CHANIYACHOLI Lyrics
- Genre:Pop
- Year of Release:2024
Lyrics
વાગે શરણાઈ ઢોલ
ફરરર ફર ફરે રે ઝોલ
નવલખ નવલા લ્હેરણિયા
કે તારી ચણીયાચોળીએ જોબનીયા ઘેલા કીધા
જુએ લાજ બધા છોડી ને જોબનીયા ઘેલા કીધા
રમતાં એ રંગમાં જ
જગને જોતા ન આજ
ધારદાર નેણલા આંજણીયા
કે તારી ચણીયાચોળીએ જોબનીયા ઘેલા કીધા
જુએ લાજ બધા છોડી ને જોબનીયા ઘેલા કીધા
આવે રે નોરતા જોવા ના ઓરતા મારા પુરા થાય
મારું હૈયું હિલોળે જાય
જોવા ને વાટડી પલકે ના આંખડી ભોજનીયા ભુલાય
મારી નીંદરુ ભાગી જાય
થાવા લાગી આઘી આઘી જગમાં ચાડી રે
હે લાડને કોડમાં તું મારી સોડ માં થઇ જા લાડી રે
તું મારી થઇ જા લાડી રે
રંગરંગ તું રોજમાં
તું હો તો મોજમાં
સાંજને સવાર મારા આંગણિયા
હે તારી ચણિયાચોળીને
જુએ લાજ બધા છોડીને
કે તારી ચણીયાચોળીએ જોબનીયા ઘેલા કીધા
જુએ લાજ બધા છોડી ને જોબનીયા ઘેલા કીધા